Tapi : પ્રોહીબીશનનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી જનકનાકા પાસેથી ઝડપાયો

આગામી સમયમાં લોકસભા સામાન્ય-2024 પરિણામ જાહેર થનાર હોય, જેથી જિલ્લામાં પ્રોહી. જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડિટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને, તાપી એલ.સી.બી પોલીસ અને પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીનાં આધારે, વ્યારાનાં જનકનાકાથી ચીખલી તરફ જતા રસ્તા પરથી વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિપુલભાઈ સોમાભાઈ ગામીત (રહે.મોટાતારપાડા ગામ, નિશાળ ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી)નાંને ઝડપી પાડ્યો હતો તેમજ વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોપવામાં આવ્યો હતો.

error: Content is protected !!