Tapi : વાલોડના વેડછી ગામે ૭૨ વર્ષીય વૃદ્ધે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

વાલોડ તાલુકાના વેડછી ગામે આવેલા નવા ફળિયામાં રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધે પોતાના ખેતરના શેઢે આંબાના ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, વેડછી ગામના નવા ફળિયા ખાતે રહેતા બચુભાઈ મંગુભાઈ ચૌધરી (ઉં.વ. ૭૨) નાઓએ તારીખ ૨૬/૦૭/૨૦૨૬ ના રોજ સાંજે આશરે ૫:૪૫ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર પોતાના ખેતરના શેઢા પર આવેલા આંબાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે મૃતકના પુત્ર પ્રદિપભાઈ બચુભાઈ ચૌધરીએ વાલોડ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

error: Content is protected !!