ઉચ્છલનાં સાકરદા ગામનાં બેડકીનાકા ચેકપોસ્ટ પાસેથી ટેમ્પોમાં વગર પાસ પરમિટે શાકભાજીની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ડોંડાઈચાથી ભરી સુરત કડોદરા ખાતે લઈ જતો ચાલકને પોલીસે ઝડપી પાડી રૂપિયા ૭ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે દારૂનો જથ્થો ભરાવી આપનારને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૬/૧૦/૨૦૨૪નાં રોજ પેટ્રોલીગમાં હતા તે દરમિયાન બેડકીનાકા પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી. એક ક્રીમ કલરનો ટેમ્પોમાં શાકભાજીની આડમાં ઈંગ્લીશ દારૂ ભરી નવાપુર બેડકીનાકા થઈ સુરત ખાતે જનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ નવાપુર તરફથી બાતમીવાળો ટેમ્પો નંબર એમએચ/૧૮/બીઝેડ/૧૮૧૫ આવતા જોઈ પોલીસે ટેમ્પોને ઉભો રહેવાનો ઈશારો કરતા ચાલકે પોતાનો ટેમ્પો સાઈડમાં ઉભો રખાવી પોલીસે ટેમ્પોમાં તપાસ હાથ ધરતા શાકભાજીના ખાલી પ્લાસ્ટિકનાં કેરેટની પાછળ ખાખી પૂંઠાનાં બોક્ષમાં તથા કાળા કલરના એક બેગમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ ૩૩૮૯ નંગ બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે ટેમ્પો ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, ઈકબાલ અલ્લારખા ફકીર (રહે.ધોળકા ગામ, મામલતદાર કચેરી પાછળ, અમદાવાદ)નાં હોવાનું જણાવ્યું હતું.
જોકે પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી અને કોણે ભરવી આવ્યો હતો પૂછતા જાણવા મળ્યું હતું કે, ઈન્ગ્લીશ દારૂ ભરેલ ટેમ્પો ડોંડાઈચા ચાર રસ્તા ખાતેથી સુનીલ નામના ઈસમે ભરવી આવ્યો હતો. આમ, પોલીસે ટેમ્પો જેની કિંમત રૂપિયા ૬ લાખ, શાકભાજીની ખાલી કેરેટ, એક નંગ મોબાઈલ, ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧,૦૧,૬૭૦/- તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૭,૦૭,૭૧૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી અજયભાઈ ચૌધરીની ફરિયાદના આધારે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,જયારે આ કામે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.