Tapi : વ્યારા મિશન નાકા પાસેથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

સોનગઢ પોલીસ સ્ટેશનનાં પોક્સો ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વ્યારાના મિશન નાકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 09/07/2024નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, સોનગઢ પોલીસ સ્ટેશનનાં પોક્સો ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી દિલીપ જયેશભાઈ કોંકણી (રહે.સેલ્જર, નિશાળ ફળિયું, સોનગઢ)નાંને વ્યારાનાં મિશન નાકા પાસેથી ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.

 

error: Content is protected !!