વાલોડ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢ બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૯/૦૭/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.હે.કો. બિપિનભાઈ રમેશભાઈ તથા અ.પો.કો. પ્રકાશભાઈ રામભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, સોનગઢ બસ સ્ટેશન પાસેથી વાલોડ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે વિજુ દયારામ સોનવણે (રહે.નવાપુર, શાસ્ત્રીનગર, તા.નવાપુર, જી.નંદુરબાર)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
