સોનગઢનાં અગાસવાણ ગામનાં કેલીયા ફળીયામાં રહેતા દિનેશભાઇ વાડીયાભાઇ ગામીત નાઓની મોટરસાયકલ નંબર જીજે/૨૬/કે/૩૭૬૦ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી નાશી ગયો હતો. જે અંગેની ફરિયાદ નોંધવતા પોલીસે નેત્રમ કોમા કંટ્રોલનાં CCTV ફુટેજ તેમજ લોકલ CCTV ફુટેજ આધારે તપાસ કરતાં એક શંકાસ્પદ ઇસમ ચોરી કરેલ મોટરસાયકલ ચોરી કરી જતો દેખાયો હતો.
જોકે આ ચોરી બાબતે પો.કો. વિજયભાઇ બાબાભાઇ તથા પો.કો. કલ્પેશભાઇ જરસિંગભાઈ નાઓને બાતમી મળી હતી કે, જીતેંદ્રભાઇ ગોવિંદભાઇ ગામીત (રહે.આંબીયા ગામ, ગોડાઉન ફળીયુ, વ્યારા)ને ચોરી કરેલ મોટરસાયકલ લઇ આંબીયા ગામથી વ્યારા તરફ આવનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો વ્યારા ઉનાઇ રોડ મગરકુઇ પાટીયા પાસે વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળો ઇસમ ચોરીમાં ગયેલ મોટરસાયકલ ચલાવી આવતા તેને ઉભો રાખી તેનું નામ પૂછી તેમજ ચોરીમાં ગયેલ મોટરસાયકલની ખાતરી કરી મોટરસાયકલ જેની કિંમત ૨૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.