Tapi : પશુ હેરાફેરીનાં ગુન્હામાં ચાર વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

ડોલવણ પોલીસ સ્ટેશનનાં પશુ હેરાફેરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢનાં નવા આરટીઓ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૯/૦૭/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.પો.કો. અરૂણભાઈ જાલમસિંગભાઈ તથા અ.પો.કો. રવીન્દ્રભાઈ મહેન્દ્રભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, સોનગઢનાં નવા આરટીઓ પાસેથી ડોલવણ પોલીસ સ્ટેશનનાં પશુ હેરાફેરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી શાહરૂખ ગબ્બન શેખ (ઉ.વ.૩૦., રહે.નવાપુર, ઈસ્લામપુરા, તા.નવાપુર, જી.નંદુરબાર)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Salute Tapi Police : રજનીકાંતના મુવી તથા બોલીવુડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી, સુરેશકુમાર કાસ્ટીંગના નામથી ફ્રોડ કરનાર સાયબર ઠગને ઝડપી પાડ્યો, દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં પણ વોન્ટેડ હતો

error: Content is protected !!