Tapi : સોનગઢમાં MD ડ્રગ્સના કાળો કારોબારનો પર્દાફાશ: તાપી પોલીસની ટીમે ૧૪ હજારથી વધુના મેફેડ્રોન સાથે એકને દબોચ્યો

તાપી પોલીસની ટીમે સોનગઢના સોનાનગર સોસાયટીથી દરગાહ તરફ જતા માર્ગ પર સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે એક આરોપીની રંગેહાથ ધરપકડ કરી ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મચ્છી બજાર શહાદા (નંદુરબાર)ના મૂળ નિવાસી અને હાલ ઉકાઈ જૂની શાકભાજી માર્કેટ પાસે રહેતા સચિનભાઈ ભીખાભાઇ ભોઈ નામના ઇસમ પાસેથી રૂ.૧૪,૭૬૦/- ની કિંમતનું ૪.૯૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેની પાસેથી અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ.૩૯,૭૬૦/- નો મુદ્દામાલ કબજે લેવાયો છે.

આ કાળો કારોબાર ચલાવતા અને આરોપીને ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફાળ પડી છે.

error: Content is protected !!