વ્યારામાં ભાડુઆત રાખવા અંગેના કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ એક મહિલા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓ જ્યારે કાનપુરા વિસ્તારમાં પેટ્રોલીંગ અને ભાડુઆતની ચકાસણી કરી રહ્યા હતા, ત્યારે આ મામલો સામે આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન કાનપુરામાં બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલી ‘મારૂતિ ઇલેક્ટ્રોનિક્સ’ નામની દુકાનમાં આશારામ ગોપીલાલ જાટ (રહે. રાજસ્થાન) નામનો વ્યક્તિ ભાડેથી ધંધો કરતો મળી આવ્યો હતો. તે છેલ્લા બે વર્ષથી આ દુકાન રૂા. ૧૦,૦૦૦ ના માસિક ભાડાથી ચલાવતો હતો. દુકાનના માલિક સીતાબેન સતિષભાઈ શર્માએ દુકાન ભાડે આપતી વખતે ભાડુઆત પાસેથી કોઈ ઓળખકાર્ડ કે ફોટો લીધો ન હતો, તેમજ આ અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ પણ કરી ન હતી.સ્થાનિક કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસ કર્મચારી રાજેન્દ્ર યાદવરાવ ચિત્તેની ફરિયાદના આધારે વ્યારા પોલીસે મકાનમાલિક સીતાબેન શર્મા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





