તાપી: ‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત જાગૃતિ રથનું પ્રસ્થાન

તાપી જિલ્લામાં બાળ અધિકારોના સંરક્ષણ અને સામાજિક જાગૃતિ લાવવાના ઉમદા આશય સાથે ‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સપ્તશૃંગી બહુઉદ્દેશીય મહિલા સંસ્થા (ધુળે) દ્વારા આયોજિત વિશેષ જાગૃતિ રથને તાપી જિલ્લા સેવા સદન ખાતેથી નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.આર. બોરડ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

સમાજમાં વ્યાપ્ત કુરિવાજો અને બાળ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ સંસ્થા દ્વારા બાળ લગ્ન અટકાવવા અને તેનાથી થતા નુકસાન અંગે જાગૃતિ,બાળમજૂરી અને બાળ તસ્કરી જેવી સામાજિક બદીઓ નાબૂદ કરવી,બાળ શોષણ અટકાવવા માટે છેવાડાના વિસ્તારો સુધી સંદેશ પહોંચાડવો સહિતના મુજબના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે ગત ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ થી ૧૦૦ દિવસીય જાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. સંસ્થાના જિલ્લા કો-ઓર્ડિનેટરના જણાવ્યા અનુસાર, આ રથ જિલ્લાના ગામડે-ગામડે ફરીને જનજાગૃતિ ફેલાવશે જેથી કોઈ પણ બાળક સામાજિક કુરિવાજોનો ભોગ ન બને. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંસ્થાના આ ઉમદા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ દ્વારા રથને લીલી ઝંડી આપી રવાના કરાયો-૧૦૦ દિવસીય અભિયાન દ્વારા છેવાડાના ગામો સુધી બાળ અધિકારો અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે

error: Content is protected !!