તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આજરોજ એકાએક સ્થાનિક પોલીસને દોડતી કરી દીધી હતી.જેને લઇ જિલ્લા સેવા સદનમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જીલ્લા શિક્ષણાધિકારી અને ડીડીઓ વચ્ચે કચેરીના કામોને લઇ તું..તું મે..મે થઈ થઈ હતી,જેને લઇ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પોતાને કંઈક કરી લેવાની ધમકી આપી હતી,જે બાદ પોતાના ચેમ્બરમાં આવી ગયા હતા,જોકે ગણતરીની મિનિટોમાં મહિલા પોલીસ અધિકારી અને તેમનો સ્ટાફ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના ચેમ્બર દોડી આવ્યા હતા અને સમગ્ર બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું નિવેદન લેવામાં આવ્યું હતું,
જોકે આત્મહત્યા કરવાની ધમકી બાબતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પૂછવામાં આવતા કોઈપણ જવાબ આપવાનું ટાળ્યું હતી,ત્યારે બીજી તરફ આ મામલે ડીડીઓએ જણાવ્યું હતું કે,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કામગીરીને લઈને ટકોર કરી હોવાનું જણાવ્યું હતું.
ત્યારે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છેકે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઍ ડીડીઓ સાહેબની કઈ વાત અને કામગીરીને લઈને આત્મહત્યા કરવાની ધમકી આપી હશે ? તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
આપને અહીં જણાવી દઈએ છીએ કે,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઍ પોતાને કંઈ કરી લેવાની ધમકી આપી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો જ છે,જોકે પોલીસ અને ડીડીઓ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ મીડિયાને સ્પષ્ટ જવાબ આપ્યો નથી,જેને લઇને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.