Tapi : ઝાંખરી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન : 2 હીટાચી મશીન, 5 નાવડી મળી 45 લાખનો મુદ્દામાલ જપ્ત

સોનગઢમાં બેફામ ગેરકાયદે રેતી ખનન થઇ રહ્યું છે. જોકે, આ બાબતે તંત્ર આંખ આડે કાન કરતું હોય છે.  સોનગઢમાં ગેરકાયદે રેતી ખનન સુરતની બાલાજી માઈન્સ દ્વારા કરાતું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે 2 હીટાચી મશીન, 5 નાવડી મળી 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખનન કરાયેલ 7 હજાર જેટલી રેતી કબ્જે કરાઈ છે. બાલાજી માઈન્સની ડીસિલ્ટિંગ અને દ્રેજીંગની મંજૂરી રદ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સોનગઢના શિરિષપાડા ગામે ઝાખરી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરાતું હતું. સુરતની બાલાજી માઈન્સ દ્વારા આ રેતીખનન કરાતું હોવાનું સામે આવ્યું છે.  બાલાજી માઇન્સને કાર્યપાલક ઇજનેર ઉકાઈ-1 દ્વારા સ્વખર્ચે ડીસિલ્ટિંગ અને દ્રેજીંગ માટે અપાયેલી મંજૂરી રદ કરાઇ છે. ૨૪-૧૨-૨૦૨૪ આપેલી મંજૂરી ૦૫-૦૨-૨૦૨૫ના દિવસે પાત્ર દ્વારા તાત્કાલિક અસરથી મંજૂરી રદ કરાઇ હતી. ગેરકાયદેસર રેતીખનન સોનગઢ મામલતદાર રાકેશ રાણાના ધ્યાને આવતા સપાટો બોલાવ્યો છે. ગેરકાયદે રેતી ખનનને લઇ મામલતદારે 2 હીટાચી મશીન, રેતી કાઢવાની 5 નાવડી, રેતી કાઢવાના ચાળવાના સાધનો મળી 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.રેતીખનન કરાયેલી 7 હજાર ટન જેટલી રેતી કબ્જે કરાઇ છે.

error: Content is protected !!