વાલોડના શાહપોર ગામના આધેડ ઉનાઈ મેળામાં જઈ રહ્યા હતા દરમિયાન એટલે કે તા.૧૪ જાન્યુઆરીના રોજ બપોરે વાલોડ વાલ્મીકિ નદીનો પુલ ક્રોસ કરતી વેળા સુમનભાઇ મણીભાઈ હળપતિ (ઉંમર ૫૫ વર્ષ, રહે.શાહપોર, તા.વાલોડ) પતંગની દોરી લાગતા ગળું કપાઇ જવાની સાથે ગંભીર ઈજા પહોંચી હતી.ગળાના ભાગેથી લોહી વહેવાનું શરૂ થયું હતું. તેમને તાત્કાલિક સારવાર માટે વ્યારા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
