નિઝરનાં ગુર્જરપુર ગામનાં અને કુકરમુંડાનાં જુનાઆશ્રવા ગામેથી વગર પાસ પરમિટે જુગાર રમાડતા બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા પોલીસ સ્ટાફના માણસો સોમવારના રોજ નિઝરના ગુર્જરપુર ગામના ટાંકી ફળિયામાં રહેતા ઉમેશ સુરજીભાઈ પાડવી નાને મુંબઈ કલ્યાણ બજારથી નીકળતા વરલી મટકાના આકો ઉપર જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો, જયારે મંગળવારનાં રોજ પોલીસ સ્ટાફના માણસોએ કુકરમુંડાનાં જુનાઆશ્રવા ગામે રહેતા ગોવિંદ શંભુભાઈ પાડવીને તેના ઘરની સામે ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વરલી મટકાના હારજીતનાં આંકડા ઉપર જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો. આમ, પોલીસે જુગાર રમાડતા બંને જુગારીઓ પાસેથી જુગાર રમવાના સાધનો સહીત રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ બંને જુગારીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.