Tapi : બેડકુવાનજીક રાહદારીનું અકસ્માતમાં મોત

વ્યારા તાલુકાનાં બેડકુવાનજીક ગામમાં ગત તારીખ ૧૩/૧૨/૨૦૨૪ નાંરોજ રોડ ક્રોસ કરતી વખતે કોઇ અજાણ્યા બાઈક ચાલકે કોથળીમાં ભાતનું ભુકુ ભરીને આવતા કાંતુભાઇ બાલુભાઇ ગામીત (ઉ.વ.૫૫ રહે.બેડકુવાનજીક, વ્યારા)ને ટક્કર મારતા તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જોકે તેમને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમનું ગત તારીખ ૧૬/૧૨/૨૦૨૪ નાંરોજ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે ઇલેશભાઇ સુપાભાઈ ગામીતે કાકરાપાર પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!