ડોલવણ તાલુકાનાં જામલીયા ગામનાં ચાર રચના નજીક આવેલ કુવામાં ગેરકાયદેસર રીતે જીલેટીન સ્ટીક તથા ઇલેકટ્રીક ડીટોનેટર વાયરો કુવામાં બ્લાસ્ટીંગ કરી કુવો ખોદવાનું કામ કરતા એકને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
તાપી એસઓજી પોલીસ સ્ટાફના માણસો તારીખ ૧૯/૦૨/૨૦૨૫ નારોજ ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે,જામલીયા ગામના ચાર રચના નજીક આવેલ કુવામાં ગેરકાયદેસર રીતે જીલેટીન સ્ટીક તથા ઇલેકટ્રીક ડીટોનેટર વાયરો કુવામાં બ્લાસ્ટીંગ કરી કુવો ખોદવાનું કામ કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી આરોપી કિરણ નવસ્યાભાઈ રાઉત (રહે.ગોદડીયા ગામ, ઉપલું ફળિયુ, તા.વઘઈ, જી.ડાંગ)ને ઝડપી પાડી તેના કબ્જા માંથી એક્ષપ્લોઝીવ ઝીલેટીન જીલેટીન સ્ટીક કુલ નંગ ૩૫ નંગની કિ.રૂ.૫,૨૫૦/- અને ઇલેકટ્રીક ડીટોનેટર વાયરો નંગ ૩૫ નંગ કિ.રૂ.૪૯૦/- મળી કુલ રૂપિયા ૫,૭૪૦/-નો મુદ્દામાલ જપ્ત કરી કુવાના માલિક અશોક વિરસીંગભાઈ ચૌધરી (રહે.જામણીયા ગામ, ડોલવણ) તથા એક્ષપ્લોઝીવનો જથ્થો આપનાર બન્નાલાલ મારવાડી (રહે.સટાણા, નાશિક)ને વોન્ટેડ જાહેર કર્યો હતો.