વાલોડનાં વીરપોર ગામનો યુવક બુહારી જોબ ઉપરથી બાઈક પર ઘરે જઈ રહ્યો હતો ત્યારે સાંજના સમયે પાછળથી બાઇક પર મોઢું ઢાંકી આવેલા બે યુવકોએ ગળામાંથી સોના અને ચાંદીની અંદાજે ૬૦ હજારની બે ચેઇન તોડી ભાગી છૂટ્યા હતા. ચોરી અંગે યુવકે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં વીરપોર ગામનો યુવક બિનીપ ભગુભાઈ પટેલ (ઉવ.૪૪) બુહારી ખાતે એગ્રો સેન્ટરમાં જોબ કરે છે. જોકે નોકરીનો સમય પૂર્ણ થયા બાદ સાંજે ૭ વાગ્યાની આસપાસ બુહારીથી વીરપોર બાઈક પર ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન સાંજે વીરપોર ગામમા પ્રવેશના વળાંક નજીક અંધકારમાં પાછળથી મોઢું ઢાંકી બાઇક પર બે અજાણ્યા ઇસમે બિપીન પટેલને અવાજ આપતા પાછળ ફરી જોતા ગઠિયાઓએ ગળામાંથી સોના અને ચાંદીની ૬૦ હજારની ચેઈન તોડી પલકભરમાં વીરપોર પેલાડ બુહારી કોઝવે પરથી ફરાર થઇ ગયા હતા.