ઉચ્છલના પાંખરી પાસે થાર અને અર્ટિગા ગાડી વચ્ચે ભયંકર અકસ્માત : એકનું મોત,થાર ગાડીના ચાલક સામે ગુન્હો

ઉચ્છલના પાંખરી ગામ પાસે થાર અને અર્ટિગા ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતની ઘટનામાં એકનું વ્યક્તિનું મોત નિપજ્યું છે,જયારે ચાર જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર તા.૧૯મી માર્ચ નારોજ બપોરે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક એટલે કે,ઉચ્છલના પાંખરી ગામ નજીક આરટીઓ ચેકપોસ્ટના કટ પાસે એક અર્ટિગા ગાડીના ચાલકે વળવા માટે પોતાની કબજાની ગાડીને ટન મારતા સામેથી આવતી એક લક્ઝુરીયસ ગાડી થાર નંબર એમએચ/૩૯/ઈજી/૭૮૬૬, અર્ટિગા ગાડી સાથે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માત એટલો ભયંકર હતો કે,આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી આવ્યા હતા.

આ અકસ્માતના બનાવમાં અર્ટિગા ગાડી નંબર જીજે/૨૬/એબી/૬૩૧૭ માં સવાર (૧) બાબુભાઈ નાનજીભાઈ ચૌધરી (ઉ.વ.૬૫), (૨) સંદીપ છગનભાઈ ચૌધરી (૩) ગણેશ માધુભાઈ ચૌધરી અને (૪) નરેન્દ્ર હસમુખભાઈ ચૌધરી તમામ રહે.ધાડ ગામ,ઉપલું ફળિયું તા.વ્યારા ના હોવાનું જાણવા મળ્યું છે, અકસ્માતમાં બાબુભાઈ નાનજીભાઈ ચૌધરીનું મોત નિપજ્યું હતું,જયારે અન્ય લોકોને નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનવા અંગે ઉચ્છલ પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ઉચ્છલ પોલીસે સંદીપ છગનભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે થાર ગાડીના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

error: Content is protected !!