વડોદરાના ભાયલી વિસ્તારની દુર્ઘટ્નાની શાહી સુકાઈ નથી ત્યાં જ વધુ એક ઘૃણાસ્પદ ઘટના, વિદ્યાર્થિનીને વિધર્મીએ બેવાર તેના મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું

ગુજરાતનાં ગરબા મેદાનોમાં બાળાઓને અભડાવવા વિધર્મીઓ આંખ માંડીને બેઠા હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવો ઘાટ ઘડાયો છે. વડોદરાના ભાયલી વિસ્તારની દુર્ઘટ્નાની શાહી સુકાઈ નથી ત્યાં જ વધુ એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. વડોદરામાં ધો. 12 સાયન્સની વિદ્યાર્થિનીને વિધર્મીએ બેવાર તેના મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા ટોર્ચર કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતાં માંજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરાના માંજલ પૂર વિસ્તારમાં ગરબા રમવા જતી એક ધો. 12 સાયન્સની વિદ્યાર્થિનીને વિધર્મીએ બેવાર તેના મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા ટોર્ચર કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ચોંકાવનારી આ ઘટના પર એસીપી પ્રણવ કટારિયાએ કહ્યું કે, પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, મારી દીકરીનો એક યુવાન સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો હતો અને ત્યારબાદ બંને વચ્ચે અલગ અલગ જગ્યાએ મુલાકાત થઈ હતી. આરોપીએ મારી દીકરી સાથે એના મિત્રના ઘરે લઈ ગયો હતો અને એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું.

વડોદરાની ઘટનાની શાહી પણ નથી સુકાઈ : વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરની રાત્રે 11.30 વાગ્યાના સુમારે સૂમસામ રોડ ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં અને રાત્રે 12થી 1 વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી.

સુરતના માંગરોલ પાસે પણ ગેંગરેપ : સુરતના માંગરોળના મોટા બોરસરા ગામ નજીક સગીર અને સગીરા રાત્રે ઊભાં રહીને વાતચીત કરતાં હતાં. એ દરમિયાન બાઈક પર ત્રણ નરાધમો આવ્યા હતા. પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભાં છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઇલ પણ નરાધમોએ લઈ લીધા હતા.પછી સગીરા સાથે જોર-જબરજસ્તીથી ગેંગરેપ આચરવામાં આવ્યો હતો, જાણીતા સમાજ શાસ્ત્રીઑ, બુદ્ધિજીવીઓ કહી જ રહ્યા છે કે, માતા-પિતાઓએ તેમના સંતાનોના મિત્રો ,સંપર્કો અને નજીકના વર્તુળો અંગે જાણકારી મેળવવી જરૂરી છે. આ સમયની માંગ છે. વધતાં જતાં સોશિયલ મીડિયાના વળગણ અને કુમળા માનસમાં એક અલગ પ્રકારનો નશો ઊભો થઈ જતાં સગીર યુવક યુવતીઓ સાચા -ખોટા કે સારા-નરસાનો ભેદ પારખી શકતા નથી. પરિણામે ક્ષોભ જનક,અને શર્મસાર સ્થિતિમાં મુકાવું પડતું હોય છે.

error: Content is protected !!