સુરતનાં સિંગણપોરની લક્ષ્મીધામ સોસા.માં ડ્રાઇવરના નામે લીધેલું મકાન બારોબાર વેચી દેવામાં આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ શક્તિનગર સોસાયટીમાં રહેતા યોગેશ કાંતિભાઈ નારોલા કતારગામ જી.આઈ.ડી.સી.માં એમ્બ્રોઈડરીનું કારખાનું ધરાવે છે.
સિંગણપોરમાં લક્ષ્મી કો.ઓ.હા. સોસાયટીમાં બાંધેલા મકાનની સોસાયટીમાં તેઓ રોકાણ માટે નવું મકાન ખરીદવા માંગતા હતા. તે વખતે તેમના પિતરાઈ વિજયભાઈની કારમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં ગારિયાધાર, નાની વાવડીના સુરેશ વશરામ ટોટાના નામે લેવાનું નક્કી કરાયું હતું. સુરેશે પણ પોતાના નામે ખરીદી કરવા માટે સહમતી આપી હતી. સુરેશના નામે મકાન ખરીદ્યા બાદ તે જ વખતે પોતાના નામે ખરીદ કર્યાનું બાંહેધરીપત્રક પણ લખાવી લીધું હતું. જોકે થોડાક સમય બાદ ગોરાંગ વાઢેર નામની વ્યક્તિ આ મકાનમાં રહેવા આવી ગઇ હોવાનું અને તેના નામે મનપામાં વેરાબિલ પણ ચઢી ગયાનું જાણવા મળ્યું હતું. સુરેશની પૂછપરછમાં તેણે જ તે વખતે કરાવી રાખેલી કોપીને આધારે પોતાના મિત્ર ગૌરાંગ વાઢેરને દસ્તાવેજ બનાવી આપ્યાની કબૂલાત કરી હતી.