ડૉક્ટરોની સંખ્યા વધી, છતાં અમીર-ગરીબ દેશો વચ્ચે આરોગ્યસેવાઓની ખાઈ યથાવત

વિશ્વભરમાં સ્વાસ્થ્યકર્મીઓની સંખ્યા વધી રહી હોવા છતાં ધનિક અને ગરીબ દેશો વચ્ચે આરોગ્યસેવાઓની અસમાનતા હજુ યથાવત છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના નવા રિપોર્ટ મુજબ, ૨૦૦૬માં દર ૧૦ હજારની વસ્તીએ સરેરાશ ૪૪.૮ સ્વાસ્થ્યકર્મીઓ હતા, જે ૨૦૨૫માં વધીને ૬૭.૯ થયા છે.જોકે, વૈશ્વિક આરોગ્ય વ્યવસ્થા સામે ડૉક્ટરોની વધતી ઉંમર મોટો પડકાર બની રહી છે. વિશ્વભરના લગભગ ૨૫ ટકા ડૉક્ટરો ૫૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના છે. ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં આ પ્રમાણ વધીને લગભગ ૩૩ ટકા છે.

આગામી વર્ષોમાં મોટી સંખ્યામાં તબીબોની નિવૃત્તિથી આરોગ્યસેવાઓ પર વધારાનું દબાણ ઊભું થવાની ચિંતા WHOએ વ્યક્ત કરી છે.

error: Content is protected !!