સોનગઢનાં BSNL ઓફિસમાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

સોનગઢ ટાઉન વિસ્તારમાં આવેલ BSNL ઓફીસની બારી તોડી ઓફીસમાં મુકેલ ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટોની ચોરી કરતા આરોપીઓને ગણતરીના દિવસોમા ઇલેક્ટિનિક સર્કીટ પ્લેટો નંગ-૨૪૭ જેની કિંમત રૂપિયા ૩૮,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ તથા એલ.સી.બી.નાં પોલીસ માણસો સાથે વણશોધાયેલ ગુનાના કામે તપાસમા હતા. તે દરમ્યાન તારીખ 08/07/2024નાં રોજ ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, સોનગઢ ટાઉન વિસ્તારમાં આવેલ BSNL ઓફીસની બારી તોડી ઓફીસમાં મુકેલ ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટોની ચોરીમાં ગયેલ મુદ્દામાલ સુરત ખાતે રહેતા હસન કદીર શૈયદ (રહે. મિઠીખાડી લિંબાયત, સુરત)એ સોનગઢથી ખરીદી કરી પોતાના ભંગારના ગોડાઉનમા છુપાવી રાખેલ હતો. જે બાતમી આધારે તપાસ કરતા સદર ચોરીમા ગયેલ મુદ્દામાલ મળી આવતા ખરીદનાર હસન કદીર સૈયદને પૂછપરછ કરતા સદર મુદ્દામાલ સોનગઢ ખાતે રહેતા ભંગારવાળા મુકતારશા કાદરશા ફકીર (શાહ) (રહે.સોનગઢ)ના પાસેથી લીધેલ હતો જેથી ભંગારવાળા મુકતારશા કાદરશા ફકીર ગુનાના કામે અટકાયત કરી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે,

આ ચોરીનો મુદ્દામાલ રોહીતભાઇ રવીભાઇ ગોસ્વામી (ઉ.વ.૨૦., રહે.શ્રીરામ નગર, અંબે માતાના મંદિર પાસે, સોનગઢ) અને પ્રેમભાઈ અશોકભાઈ મહેતાભાઈ સીકલીગર (ઉ.વ.૧૮., રહે.મચ્છી માર્કેટ, સોનગઢ)એ આપ્યો હતો. ત્યારબાદ આ ગુનાના કામે બંનેની અટકાયત કરતા તેઓએ બંનેએ એકબીજાની મદદથી રાત્રીના સમયે સોનગઢ ટાઉન ખાતે આવેલ BSNL ઓફીસમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી. આમ, પોલીસે ચોરીની ઈલેક્ટ્રોનિક સર્કિટ પ્લેટ કુલ ૨૪૭ જેની આશરે કુલ કિંમત રૂપિયા ૩૮,૦૦૦/-નાં મુદ્દામાલ રીકવર કરી ચારેય આરોપીઓને સોનગઢ પોલીસ તથા એલ.સી.બી તાપી દ્વારા ચોર મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય : જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં ૫૦ પૈસાનો ઘટાડો : ફ્યુઅલ સરચાર્જ હવે રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટથી ઘટીને રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ

error: Content is protected !!