નવી દિલ્હી : ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર અને ડૉ. સુદેશ ધનખર જુલાઈ 6 અને 7, 2024ના રોજ કેરળના બે દિવસીય પ્રવાસ પર હશે.તેમની મુલાકાતના પ્રથમ દિવસે, શ્રી ધનખર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ સ્પેસ, સાયન્સ એન્ડ ટેક્નોલોજીના 12મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે દીક્ષાંત સંબોધન કરશે અને હોશિયાર વિદ્યાર્થીઓને સંસ્થાના શ્રેષ્ઠતા ચંદ્રક આપશે. બીજા દિવસે, ઉપરાષ્ટ્રપતિ કોલ્લમ અને અષ્ટમુડી બેકવોટર્સની મુલાકાત લેવાના છે.