વાલોડના વેડછીમાં નાયબ કલેક્ટરના બંધ મકાનમાં ચોરી: રૂ.45 હજાર ની મત્તા સાફ

વાલોડ તાલુકાના ઐતિહાસિક વેડછી ગામમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી છે. વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીના બંધ ઘરને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રોકડ અને ઘરેણાં મળી કુલ રૂ.45 હજાર ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કલ્પનાબેન મનિષકુમાર ચૌધરી હાલ વડોદરા ખાતે નોકરી કરે છે અને વેડછી ગામે આવેલું તેમનું પૈતૃક મકાન અઠવાડિયાના અંતે વાપરવા માટે રાખેલું છે. આ મકાનમાં તેમના પરિચિત તેજલબેન અને ડેનિશભાઈ ભાડેથી રહે છે. ગત તા.27/04/2026 થી 28/04/2026 દરમિયાન જ્યારે ભાડુઆત ડેનિશભાઈ ચૂંટણીની ફરજ પર ગયા હતા, ત્યારે તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાંથી રોકડ રકમ 35 હજાર રૂપિયા, ચાંદીના ઘરેણાં જેની કિંમત આશરે રૂ.8 હજાર તથા અન્ય વસ્તુઓ મળી કુલ રૂપિયા 45 હજારની મત્તા ચોરી ગયા હતાકલ્પનાબેનને પાડોશી દ્વારા ફોન પર જાણ થતા તેઓ વડોદરાથી વેડછી દોડી આવ્યા હતા અને તપાસ કરતા ચોરી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે તેમણે વાલોડ પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

error: Content is protected !!