જમાઈના ત્રાસથી કંટાળી પરિણીતાએ જીવ ટૂંકાવ્યો: અંતિમ કોલમાં કહ્યું, ‘મારા દીકરાને સાચવી લેજો’

નવસારી :  જલાલપોરના એરૂ ગામમાં આવેલી ક્વીન્સબરી અવધ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લગ્નના ૧૧ વર્ષ બાદ પણ પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ૩૭ વર્ષીય પરિણીતા વર્ષાબેન ઠાકુરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મળતી વિગતો પ્રમાણે મૂળ મહારાષ્ટ્રના અને હાલ જલાલપોરમાં રહેતા મંગેશભાઈ રવિન્દ્રભાઈ ઠાકુર સામે તેની સાસુ સત્વશીલાબેન દેશમુખે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વર્ષાબેન અને મંગેશભાઈના લગ્ન ૨૦૧૫માં થયા હતા. લગ્ન બાદથી જ પતિ નાની-નાની વાતોમાં ઝઘડો કરી વર્ષાબેનને મારપીટ કરતો અને માનસીક ત્રાસ આપતો હતો.

આ બાબતે અગાઉ ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી હતી, પરંતુ સમાધાન બાદ તેઓ નવસારી રહેવા આવ્યા હતા.આત્મહત્યા કરતા પહેલા ૧૬ એપ્રિલની રાત્રે વર્ષાબેને તેમની માતા સાથે ૨૯ મિનિટ સુધી વાત કરી હતી. રડતા-રડતા તેણે જણાવ્યું હતું કે, “હવે પતિનો ત્રાસ સહન નથી થતો, હું મરવા જઈ રહી છું, મારા દીકરા રૈયાન્સને સાચવી લેજો”. ત્યારબાદ ૧૭ એપ્રિલના રોજ વર્ષાબેને પંખા સાથે સાડી બાંધી આત્મહત્યા કરી લીધી હતી.જલાલપોર પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી પતિ મંગેશ ઠાકુર વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!