ડોલવણનાં પદમડુંગરીમાં બીમારીથી કંટાળી આધેડ ઝેર પી આપઘાત કર્યો

ડોલવણ તાલુકાનાં પદમડુંગરી ગામનાં પાટી ફળીયાનાં રહીશ ફુલજીભાઈ નગીનભાઈ કોંકણી (ઉ.વ.૪૫)ને શરીરે સોજા આવતા હોય અને છાતીમાં ગભરામણ જેવી બિમારીનાં કારણે કંટાળી જતાં જેઓ ગત તારીખ ૨૨/૧૧/૨૦૨૪નાં રોજ પોતાના ઘરે જ ભીંડામાં નાંખવાની ઝેરી દવા પી ગયા હતા. તેમને સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટના અંગે રંજનબેન ફુલજીભાઈ કોંકણીએ પોલીસ મથકે જાણ કરી હતી.

error: Content is protected !!