પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો દ્વારા આધુનિક અને હઠીલા રોગોનું પરંપરાગત ઔષધીય જ્ઞાનથી ઉપચાર

અમદાવાદ હાટ- વસ્ત્રાપુર ખાતે 9મી નવેમ્બર થી 14મી નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 9મી નવેમ્બરે સાંજે પાંચ કલાકે આ મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. નાગરિકો આ મેળાની સવારે 10 થી રાત્રીના 9 કલાક સુધી મુલાકાત લઇ શકશે,આગામી છ દિવસ સુધી યોજાનારા આ મેળામાં અંદાજે 100 જેટલા સ્ટોલ શરૂ કરવામાં આવશે જેમાં ગૌણ વન પેદાશો, ઓર્ગેનિક ખાદ્યચીજો, નાગલી બનાવટો, શુદ્ધ મધ, જડીબુટ્ટીઓ -ઔષધિઓનું વેચાણ કરાશે.

અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં હાટ ખાતે આજથી આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન-તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા આયોજિત આ મેળામાં વલસાડ, ડાંગ, નવસારી, અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ જિલ્લાના અંદાજે 133 જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો દ્વારા આધુનિક અને હઠીલા રોગોનું પરંપરાગત ઔષધીય જ્ઞાનથી ઉપચાર, મસાજ અને સ્ટીમ બાથ ઉપચાર, ડાંગના જંગલોની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા રોગ નિવારણ કરવામાં આવશે.આ આદિવાસી વૈદુભગતો દ્વારા વિવિધ રોગ જેમ કે સાંધાના રોગ, ચામડી, પાચનતંત્ર, લકવા -પેરાલીસીસ, માથાનો દુઃખાવો, અનિંદ્રા, સ્થુળતા, એસીડિટી, પથરી, પ્રોસ્ટેટ જેવા રોગોનો ઉપચાર અને સારવાર પણ આ મેળામાં કરવામાં આવશે. આ ઉપરાંત જડીબુટ્ટી દ્વારા ઉપચારનો લાઈવ ડેમોસ્ટ્રેશન નાગરિકો જોઈએ શકશે.15મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની 150મી જન્મજયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. આદિવાસી નાયક અને ક્રાંતિકારી તરીકે તેમના વારસાને સન્માનિત કરશે. આ અવસરને નિમિત્તે પરંપરાગત આદિજાતિ ઔષધીય પદ્ધતિને પ્રોત્સાહન આપવાની એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!