નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સ્વાઈન ફ્લૂ (H1N1) અને મોસમી ઈન્ફ્લુએન્ઝાના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. આ વર્ષે દિલ્હીમાં H1N1ના કેસો 1,777ને વટાવી ગયા છે, જ્યારે ગુરુવારે એક જ દિવસમાં 114 નવા કેસ નોંધાયા હતા.
દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 2,602 ઈન્ફ્લુએન્ઝાના કેસ નોંધાયા છે, જેમાં 2,392 કેસ ઈન્ફ્લુએન્ઝા-A અને 210 કેસ ઈન્ફ્લુએન્ઝા-Bના છે. ઈન્ફ્લુએન્ઝા-Aમાં H1N1 સૌથી વધુ સક્રિય જોવા મળ્યો છે.
કેસોમાં વધારાને પગલે દિલ્હી આરોગ્ય વિભાગે જાહેર આરોગ્ય સૂચના જાહેર કરી છે. નાગરિકોને ભીડભાડવાળા સ્થળોએ માસ્ક પહેરવા અને ફ્લૂના લક્ષણો જણાય તો તબીબી સલાહ લેવા અપીલ કરવામાં આવી છે. News Source: GS





