Trending News : ટીજેએસબી બેન્ક છેતરપિંડી કેસમાં બાફના જવેલર્સના ડિરેક્ટરની ધરપકડ

નાશિક પોલીસે ટીજેએસબી કો-ઓપરેટિવ બેન્ક સાથે રૂ.38 કરોડની કથિત છેતરપિંડીના કેસમાં બાફના જવેલર્સના ડિરેક્ટર નીલેશ બાફનાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ વર્ષો દરમિયાન વિવિધ લોન અને કેશ ક્રેડિટ મેળવી કુલ રૂ.44 કરોડનું ધિરાણ લીધા બાદ લોનની ચુકવણી બંધ કરી દેવામાં આવી હતી.

બેન્કે મિલકત કબજે લેવાની કાર્યવાહી દરમિયાન દુકાનમાં દર્શાવેલા રૂ.59.07 કરોડના માલ સામે માત્ર રૂ.25.19 લાખનો જ માલ મળતા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આ કેસમાં પરિવારના અન્ય પાંચ સભ્યો સહિત કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. વધુ તપાસ આર્થિક ગુના શાખા કરી રહી છે.

error: Content is protected !!