બેંગલુરૂમાં નશાના કારોબાર પર સકંજો કસતા સિટી ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-નારકોટિક્સ વિંગને મોટી સફળતા મળી છે. લગભગ 5.15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને સાથે જ એક વિદેશી નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સમાં 2.5 કિલો MDMA અને 300 એક્સ્ટસી ટેબલેટ સામેલ છે. એન્ટી-નારકોટિક્સ વિંગને ડ્રગ્સ તસ્કરીથી જોડાયેલા ઈનપુટ મળ્યા હતા, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ સુચનાના આધાર પર એક વિશેષ ઓપરેશન ચલાવવામાં આવ્યું. કાર્યવાહી મરાઠાહલ્લી પોલીસ સ્ટેશન અંતર્ગત મુન્નેકોલાલા વિસ્તારમાં સ્થિત એક ભાડાના મકાનમાં કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી એક વિદેશી નાગરિકની ધરપકડ કરી છે. પુછપરછમાં આરોપીએ કબૂલ કર્યું કે તે જે ઘરમાં રહેતો હતો, ત્યાંથી ડ્રગ્સની તસ્કરીનો ધંધો ચાલી રહ્યો હતો.
પોલીસે જણાવ્યું કે આરોપીની પાસે લગભગ 2.5 કિલો MDMA અને 300 એક્સ્ટસી ટેબલેટ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરેલા નશીલા પદાર્થોની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5.15 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપીની વિરૂદ્ધ પહેલાથી જ ડ્રગ્સ તસ્કરીના કેસ દાખલ છે. હેન્નુર અને કડુગોડીમાં તેની વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ 2 કેસ દાખલ છે.આરોપી હાલમાં જ જેલમાંથી બહાર આવ્યો હતો. જામીન બાદ તેને ફરીથી ડ્રગ્સ તસ્કરીની ગતિવિધિઓ શરૂ કરી દીધી હતી. એન્ટી નાર્કોટિક્સ વિંગના અધિકારી સતત તેની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા હતા અને યોગ્ય સમય પર કાર્યવાહી કરવામાં આવી. આ કેસમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે ડ્રગ્સનો સોર્સ શોધી રહી છે.





