વામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે સાથે માછીમારોને દરિયો ના ખેડવાને લઈ કોઈ સૂચના આપવામાં આવી નથી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી ,ગીરસોમનાથ, જૂનાગઢમાં સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,
અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 14 થી 18 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. 14 થી 16 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. નવરાત્રિમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે.
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવરાત્રિમાં વરસાદ થઈ શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.
15 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય થઈ શકે છે, ગુજરાતમાં સિઝનનો 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજની તારીખ સુધીમાં 107 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં વરસાદે સેન્ચ્યૂરી પૂરી કરી છે. ઉત્તર ગુજરાતમાં 118.72, કચ્છમાં 135.95, મધ્ય પૂર્વમાં 110.10, સૌરાષ્ટ્રમાં 93.36 અને દક્ષિણ ગુજરાતમાં 110.72 ટકા વરસાદ ખાબક્યો છે.





