Trending News: અધિકારીઓને કંગના રણૌતની ટકોર: ‘મારા કરતાં સારી એક્ટિંગ કરો છો, જમીની કામ દેખાવું જોઈએ’

મંડી: મંડી લોકસભા બેઠકની ‘દિશા’ સમિતિની બેઠકમાં સાંસદ કંગના રણૌતે સરકારી યોજનાઓના અમલીકરણમાં વિલંબ અને સાંસદ નિધિનો પૂરતો ઉપયોગ ન થવા મુદ્દે અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે માત્ર સ્પષ્ટીકરણો અને બયાનબાજીથી કામ નહીં ચાલે, જમીની સ્તરે પરિણામ દેખાવું જોઈએ.અધિકારીઓની કાર્યશૈલી પર કટાક્ષ કરતાં કંગનાએ કહ્યું, “મારા કરતાં તો સારી એક્ટિંગ તમે કરો છો.” તેમણે વધુમાં કહ્યું કે જો તેમને એક દિવસ માટે વહીવટી કામ સંભાળવાની તક મળે તો પેન્ડિંગ ફાઇલોનો ઝડપથી નિકાલ કરી દે.

બેઠકમાં જાણવા મળ્યું કે મંડી સંસદીય ક્ષેત્ર માટે કેન્દ્ર તરફથી આશરે રૂ.11 કરોડ મંજૂર થયા છે, પરંતુ અડધી રકમ પણ ખર્ચાઈ નથી. કંગનાએ અધિકારીઓને કામગીરીમાં ઝડપ લાવી યોજનાઓનો અસરકારક અમલ કરવા સૂચના આપી હતી.

error: Content is protected !!