નવી દિલ્હી: વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે વધુ કડક કાર્યવાહી માટે કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનના RC માટે ગ્રેડેડ પોઈન્ટ સિસ્ટમ લાવવાની વિચારણા કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ SIAMના 66મા વાર્ષિક સંમેલનમાં આ અંગે માહિતી આપી હતી.
પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ દરેક ટ્રાફિક ગુનાની અસર વાહનચાલકના લાઇસન્સ રેકોર્ડ પર પડશે અને પોઈન્ટમાં ઘટાડો થશે. નિર્ધારિત મર્યાદા સુધી પેનલ્ટી પોઈન્ટ પહોંચતા લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે. બીજી તરફ, સારો ડ્રાઇવિંગ રેકોર્ડ ધરાવતા જવાબદાર વાહનચાલકોને પ્રોત્સાહન આપવાની પણ વ્યવસ્થા વિચારાઈ રહી છે.





