Trending News : મહારાષ્ટ્રમાં ખેડૂતોની લોન માફી માટે રૂ.20,552 કરોડ, કુલ રૂ.97,706 કરોડની પૂરક માંગણીઓ રજૂ

મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં કુલ રૂ.97,706.40 કરોડની પૂરક માંગણીઓ રજૂ કરી છે. તેમાં પુણ્યશ્ર્લોક અહિલ્યાદેવી હોળકર શેતકરી કર્જમુક્તિ યોજના-2026 માટે રૂ.20,552 કરોડની કૃષિ લોન માફીનો સમાવેશ થાય છે. ગોઠવણો અને વસૂલાત બાદ રાજ્યની તિજોરી પર વાસ્તવિક બોજ રૂ.74,817.66 કરોડ રહેશે.

પૂરક માંગણીઓમાં કેન્દ્રની મૂડી રોકાણ સહાય યોજના હેઠળ રૂ.10,007.10 કરોડ, એમએસઈડીસીએલની લોન ચુકવણી માટે રૂ.8,000 કરોડ, ગ્રામિણ રોજગાર અને આજીવિકા મિશન માટે રૂ.7,367.32 કરોડ તેમજ સરકારી કચેરીઓના વીજળી બિલ માટે રૂ.4,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત અમૃત 2.0 મિશન માટે રૂ. 3,076 કરોડ, સિંહસ્થ કુંભ મેળા માટે રૂ.3,000 કરોડ, વીજળી ટેરિફ સબસિડી માટે રૂ.2,722.42 કરોડ અને શિષ્યવૃત્તિ યોજનાઓ માટે રૂ.2,360.06 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ છે. સહકાર, માર્કેટિંગ અને કાપડ વિભાગને સૌથી વધુ રૂ.22,015.42 કરોડની વધારાની ફાળવણી સૂચવાઈ છે.

error: Content is protected !!