ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા વર્ષ 2023માં ચલણમાંથી બહાર કરેલી 2000 રૂપિયાની નોટ હજુ સુધી પુરી રીતે RBIમાં જમા થઈ શકી નથી. 2025 સુધીના આંકડા સામે આવ્યા છે, જેમાં જાણવા મળ્યું કે હજુ પણ 5000 કરોડ રૂપિયાથી વધારેની વેલ્યુ વાળી નોટ જમા થઈ નથી, એટલે કે આટલી રકમ બંધ થયેલી મોટી નોટ હજુ પણ લોકોની પાસે હાજર છે. ખાસ વાત એ છે કે રિટર્નની સુવિધા ચાલુ હોવા છતાં લોકો દ્વારા તે નોટ જમા થઈ શકી નથી.
RBIએ 2000ની નોટને લઈને એક મહત્વની જાણકારી આપી છે અને જણાવ્યું કે 19 મે 2023એ ચલણમાંથી બહાર કરેલી આ નોટ હજુ સુધી સમગ્ર રીતે પરત જમા થઈ નથી. તે સમયે બજારમાં 3.56 લાખ કરોડ રૂપિયાની નોટ હતી અને 31 ડિસેમ્બર 2025 સુધી કૂલ 98.41 ટકા નોટ પરત આવી ચૂકી છે. હજુ પણ લોકોની પાસે 5,669 કરોડના મૂલ્યની 2000ની નોટ હાજર છે.
ચલણમાંથી બહાર કર્યા બાદ RBIએ લોકોને આ નોટ જમા કરાવવા માટે સુવિધા આપી હતી અને શરૂઆતમાં નોટ ચેન્જ કરાવવા માટે લોકો લાઈનમાં લાગ્યા હતા પણ હવે કોઈ નોટ ચેન્જ કરાવવા માટે જોવા મળી રહ્યું નથી. છેલ્લા બે મહિનાના આંકડા પર નજર કરીએ તો 31 ઓક્ટોબરે બજારમાં આ નોટની હાજરીનો આંકડો 5,817 કરોડ રૂપિયા હતો અને હાલમાં 5,669 કરોડ રૂપિયાની નોટ બજારમાં લોકો દબાવીને બેઠા છે. એટલે કે માત્ર 2 મહિનામાં 148 કરોડના મૂલ્યની નોટ જ પરત આવી છે.RBIએ વર્ષ 2016ના નવેમ્બર મહિનામાં આ મોટી કરન્સી નોટને રજૂ કરી હતી, જ્યારે દેશમાં 500 અને 1000 રૂપિયાની નોટને બંધ કરવામાં આવી હતી. નોટબંધીના પ્રભાવને ઓછો કરવાની સાથે જ અન્ય મૂલ્યની નોટને માર્કેટમાં પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થયા બાદ RBIએ 19 મે 2023એ ક્લીન નોટ પોલિસી હેઠળ તેને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં પણ તમારી પાસે 2000ની નોટ હોય તો તમે RBIના 19 કાર્યાલયમાં જઈને ચેન્જ કરી શકો છો. તેમાં રિઝર્વ બેન્ક અમદાવાદ, બેંગલુરૂ, બેલાપુર, ભોપાલ, ભુવેનેશ્વર, ચંદીગઠ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદારબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકત્તા, લખનઉં, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરૂવનંતપુરમ કાર્યાલયમાં ચેન્જ કરાવી શકો છો.





