મનિષા એસ. સુર્યવંશી/તાપી : ભાઈ-બહેનના પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન તાપી જિલ્લામાં સોમવાર નારોજ રક્ષાબંધનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. ભાઈના કાંડે બહેન દ્વારા બંધાતા દોરા (રાખડી)માં શ્રદ્ધા, ત્યાગ અને રક્ષાની ભાવનાનો ત્રિવેણી સંગમ હોય છે. દરેક ભાઈ-બહેન આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.બહેન પણ ભાઈના હાથે રાખડી બાંધવા તત્પર હોય છે.
સોનગઢ,વ્યારા સહીત જિલ્લાભરમાં ભાઈ-બેહના પવિત્ર પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધન પર્વની હષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પર્વની ઉજવણની ધ્યાનમાં લઈ બજારમાં ઠેકઠેકાણે અવનવી રાખડીઓના નાના મોટા સ્ટોલોથી જિલ્લાના બજારો પર્વમય બની ગયું હતું. સોમવારે બહેનોએ ભાઈઓના હાથે રાખડી બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરી હતી.તો ભાઈઓએ પણ પોતાની બહેનના સુખ-દુઃખમાં સહભાગી થવાની લાગણી વ્યક્ત કરી હતી.વ્યાર-સોનગઢ ઉપરાંત બાજીપુરા-વાલોડ સહિત પંથકના ગામોમાં પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.





