રિયાલિટી શો સ્પ્લિટ્સવિલા અને ક્રાઈમ પેટ્રોલથી ફેમસ થયેલા ટીવી અભિનેતા નીતિન ચૌહાણનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે. નીતિન ચૌહાણે 35 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.તેની સાથે કામ કરનારા કલાકારો અને મિત્રોએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. નીતિનના પરિવાર કે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
નીતિન છેલ્લે 2022 માં SAB ટીવીના ડેલી સોપ” તેરા યાર હૂં મેં”માં સ્ક્રીન પર જોવા મળ્યો હતો. આ શોના તેમના સહ કલાકારો, સુદીપ સાહિર અને સયંતની ઘોષે તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરી અને તેમની પોસ્ટ પરથી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે અભિનેતાએ આત્મહત્યા કરી લીધી છે.વિભૂતિ ઠાકુરે સ્વર્ગસ્થ અભિનેતા નીતિન સાથે પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું, ” રેસ્ટ ઇન પીસ. મારા પ્રિય, હું ખરેખર આઘાતમાં છું અને દુઃખી છું. કાશ, તારી પાસે બધી મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ હોત, તું માનસિક રીતે પણ મજબૂત હોત,” અભિનેતા સુદીપ સાહિરે પણ તેના સહ-અભિનેતાને ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, “
રેસ્ટ ઇન પીસ ફ્રેન્ડ .” નીતિન ચૌહાણ રિયાલિટી શો ‘દાદાગીરી 2’ જીત્યા બાદ લાઇમ લાઇટમાં આવ્યો હતો. અભિનેતા ઉત્તર પ્રદેશના અલીગઢનો વતની છે અને તે MTVના રિયાલિટી શો સ્પ્લિટ્સવિલા 5, જિંદગી.કોમ અને ક્રાઈમ પેટ્રોલનો પણ ભાગ હતો. તેના પિતા પુત્રનો મૃતદેહ લેવા મુંબઈ પહોંચ્યા છે. જો કે આ મામલે પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.