રાજકોટ: આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની તપાસ દરમિયાન આરોપીઓને લોકઅપમાં ન રાખવા અને વહેલી જામીન કાર્યવાહી કરવાના બદલામાં રૂપિયા 10 હજારની લાંચ માંગવાના કેસમાં રાજકોટ એસીબીએ ASI સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આજી ડેમ પોલીસ ચોકીના ASI રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ સામતભાઈ મેર (ઉ.વ. 53)ના કહેવાથી GRD જવાન મનોજભાઈ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ. 31)એ ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ સ્વીકારી હતી. એસીબીએ સ્થળ પરથી સમગ્ર રકમ રિકવર કરી બંને આરોપીઓને ઝડપી લીધા હતા.આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ફરિયાદીએ ACBના ટોલ-ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી.





