વાલોડના ધામોદલા ગામે શેરડીના ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં મળ્યા હતા. વનવિભાગે દીપડી સાથે મિલન કરાવવા ફરી એ જ સ્થાને બચ્ચાને મુક્યા હતા. રાત્રે દીપડી ત્યાં આવી બંને બચ્ચાને મોઢામાં સુરક્ષિત સ્થળે લઈ ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે વાલોડ તાલુકાના ધામોદલા ગામમાં ખેતરમાં શેરડી કાપણી ચાલી રહી હતી.તે દરમિયાન ખેતરમાંથી દીપડીના બે બચ્ચાં શેરડી કાપતા મજુરોને મળી આવ્યા હતા, જેને સુરક્ષિત સ્થાને રાખવામાં આવ્યા હતા. આ બાબતે વાલોડ વનવિભાગના જાણ કરતા વન કર્મચારીઓએ સ્થળ પર પહોંચી દીપડીના બચ્ચાની સારવાર કરી હતી અને જે સ્થળેથી મળ્યા ત્યાં જ ફરી મુકી દીધા હતા જેથી માતા દીપડી સાથે મિલન થઈ શકે. ત્યાં ટ્રેપ કેમેરા ગોઠવાયા હતા. જ્યાં દિપડી રાત્રીના સમયે ત્યાં આવી બંને બચ્ચાને મોઢામાં ઉચકી ગઈ હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી.