સુપ્રીમ કોર્ટમાં હંગામો કરનાર બે LLB વિદ્યાર્થીઓની ધરપકડ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં જજ સમક્ષ ગેરવર્તણૂક અને કોર્ટરૂમમાં હંગામો કરવાના આરોપસર દિલ્હી પોલીસે લખનઉ યુનિવર્સિટીના બે LLB વિદ્યાર્થીઓ પ્રબલ પ્રતાપ સિંહ (24) અને ચંદ્રભાન (23)ની ધરપકડ કરી છે.

10 જુલાઈએ કોર્ટ નંબર-13માં સુનાવણી દરમિયાન પ્રબલ પ્રતાપે જજોને ઉદ્દેશીને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો, પોતાને “સર્વોપરી” ગણાવ્યો અને કેસના દસ્તાવેજો હવામાં ઉડાવ્યા હતા. સુરક્ષાકર્મીઓએ તેને કાબૂમાં લેતા તેણે વિરોધ કર્યો અને ગેરવર્તણૂક કરી હતી.

સુરક્ષા કર્મચારીઓની ફરિયાદના આધારે તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.ઘટના અંગે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું કે, યુવાનો ક્યારેક આવેશમાં આવી ભૂલ કરી બેસે છે, પરંતુ બંધારણીય સંસ્થાઓની ગરિમા અને ન્યાયતંત્રનું સન્માન જાળવવું દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે.

error: Content is protected !!