સુરત શહેર SOGની ટીમે કેટરીંગમાં કામ કરતા વિજય ચૌહાણ અને સુરેશ લાઠીડદીયાની ધરપકડ કરી છે,સુરતના પુણાગામમાંથી ૫૦૦ના દરની ડુપ્લીકેટ નોટો સાથે બે ને પકડી પાડવામાં આવ્યા છે,શાકમાર્કેટ અને પાનના ગલ્લા ઉપર નોટો વટાવતા હતા,સુરત શહેર SOGની ટીમે આરોપીઓ પાસેથી રોકડા ૧ લાખ, ત્રણ મોબાઈલ તેમજ ડુપ્લીકેટ નોટો કબજે કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના પુણાગામ, માનસરોવર સ્કુલની સામે આવેલ સોસાયટીના એક મકાનમાં સુરત શહેર SOGની ટીમે બાતમીના આધારે દરોડો પાડી કેટરીંગના બે કારીગરોને રૂપિયા ૫૦૦ના દરની ૧૮ ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પુછપરછમાં ભારતીય અર્થતંત્રને ખોખલુ કરવાની ગેરકાયદે પ્રવુતિ કરનારા આરોપીઓ ડુપ્લીકેટ નોટો પશ્વિમ બંગાળથી લાવ્યા હતા અને સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોના શાકમાર્કેટ અને પાનના ગલ્લા ઉપર વટાવતા હતા.સુરત શહેર SOGએ રૂપિયા ૯ હજારની ડુપ્લીકેટ નોટો, ત્રણ મોબાઈલ ફોન તેમજ ડુપ્લીકેટ નોટો વટાવીને મેળવેલા રોકડા ૧ લાખ કબજે કર્યા હતા,
પુણાગામ, માનસરોવર સ્કુલની સામે, બાપાસીતારામ સોસાયટી ના ઘર નં-૨૬માં પહેલા માળે રેડ પાડી હતી જેમાં તપાસ દરમ્યાન ઘરમાં રહેતા સુરેશ ઉર્ફે ગુરુજી ઉર્પે ચકોર માવજી લાઠીદડીયા અને વિજય નરશી ચૌહાણ પાસેથી રૂપિયા ૫૦૦ના દરની ૧૮ ડુપ્લીકેટ એટલે ૯ હજાર મળી આવ્યા હતા. બંને આરોપીઓની ધરપકડ કરી હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં સુરેશ ઉર્ફે ગુરુજીએ આ ડુપ્લીકેટ નોટો પશ્વિમ બંગાળના માલદા ખાતે રહેતા તાહીર ઉર્ફે કાલી ઉર્ફે કાલીયા રઈજુદ્નિ શેખ પાસેથી લાવ્યા હતા અને સાંજના સમયે શાકમાર્કેટ તથા પાનના ગલ્લા પર વટાવતા હતા, SOG એ વિજય અને સુરેશ પાસેથી ૫૦૦ના દરની ડુપ્લીકેટ ૧૮ નોટો, ત્રણ મોબાઈલ અને ડુપ્લીકેટ નોટો વટાવી તેમાંથી મેળવેલા રોકડા ૧,૦૩,૮૩૦ કબજે કર્યા હતા.
સુરત શહેર SOG નવ મહિનાથી વોચમાં હતી : સુરત પોલીસ કમિશનર દ્વારા ભારતીય દેશના અર્થતંત્રને ખોખલુ કરવા પશ્વિમ બંગાળના માલદા ખાતેથી ડુપ્લીકેટ નોટો લાવી સુરતમાં શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ફરતી કરતા તવ્વો સામે કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. જે અંતર્ગત ઍસઓજીના અધિકારીઓએ સ્ટાફ ના માણસોની અલગ અલગ ટીમો બનાવી ડુપ્લીકેટ નોટો છાપતા તત્વો ઉપર ચાંપતી નજર રાખતા હતા. આરોપીઓને રંગેહાથે પકડવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોના શાક- માર્કેટ તથા પનાના ગલ્લાઓ ઉપર છેલ્લા નવ મહિના થી વોચ રાખતા હતા.
જુનાગઢમાં NIA દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે : ડુપ્લીકેટ નોટોના કાળા કારોબારમાં માસ્ટર ખેલાડી બની ગયેલા સુરેશ ઉર્ફે ગુરુજી લાઠીદડીયાઍ પશ્વિમ બંગાળના માલદાના તાહીર ઉર્ફે કાલી ઉર્ફે કાલીયા શેખ પાસે થી રોકડા ૨ લાખ આપી તેના બદલામાં ડુપ્લીકેટ નોટ રૂપિયા ૫૦૦ના દરની ૬ લાખ લાવ્યો હતો. અસેઓજીની પુછપરછમાં આરોપી સુરેશ ઉર્ફે ગુરુજી અને વિજય ચૌહાણઍ આ ડુપ્લીકેટ નોટો પશ્વિમ બંગાળના માલદાના તાહીર શેખ પાસેથી લાગ્યા હતા. જયારે તાહીર શેખ આ ડુપ્લીકેટ નોટો બાંગ્લાદેશ ખાતેથી મંગાવતો હતો. ડુપ્લીકેટ નોટો બાંગ્લાદેશથી વાયા પશ્વિમ બંગાળ થઈ સુરતમાં ઘુસાડવામાં આવતી હતી.આરોપી સુરેશ સામે એનઆઈએ દ્વારા પણ અગાવ કાર્યવાહી કરાઈ છે. પોલીસની તપાસમાં સુરેશ ઉર્ફે ગુરૂજી ડુપ્લીકેટ નોટોના કારોબારમાં અઠગ ખેલાડી નિકળ્યો છે. આ પહેલા તે સુરત ડીસીબીમાં, જુનાગઢમાં, એટીએસ માં પકડાઈ ચુક્યો છે આ ઉપરાંત તેની સામે કોલકતા, અમદાવાદ અન જુનાગઢમાં NIA દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે.