ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ રજૂ કર્યું છે. વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે સીએમ ધામીએ આ બિલ રજૂ કર્યું હતું. આ પછી ઉત્તરાખંડ વિધાનસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જો આ બિલ ઉત્તરાખંડ વિધાનસભામાં પસાર થઈ જાય છે, તો તે UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બની જશે. તમને જણાવી દઈએ કે ગોવામાં UCC પહેલેથી જ અમલમાં છે. જે બાદ હવે ઉત્તરાખંડમાં UCC બિલ રજૂ કરવામાં આવ્યું છે. સોમવારથી વિધાનસભા સત્ર શરૂ થઈ ગયું છે.
સોમવારે ઉત્તરાખંડ કેબિનેટે સીએમ ધામીની અધ્યક્ષતામાં આ બિલને મંજૂરી આપી હતી. કોંગ્રેસ અને મુસ્લિમ સંગઠનો આ બિલના વિરોધમાં છે. કોંગ્રેસનું કહેવું છે કે ઉત્તરાખંડનો ઉપયોગ પ્રયોગ માટે કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, મુસ્લિમ સંગઠનો પણ આના પર પોતાનો વાંધો દર્શાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ધામી સરકારનું આ પગલું 2024ની ચૂંટણી પહેલા ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. UCC રાજ્યમાં જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના તમામ સમુદાયો માટે સમાન નાગરિક કાયદાની દરખાસ્ત કરે છે. તે તમામ નાગરિકો માટે સમાન લગ્ન, છૂટાછેડા, જમીન, મિલકત અને વારસાના કાયદા માટે કાનૂની માળખું પ્રદાન કરશે.
UCC બિલ અમલમાં આવતા શું બદલાશે જે વિષે તમને માહિતગાર કરીએ,બિલમાં તમામ ધર્મોમાં લગ્ન પર એક સમાન વ્યવસ્થા હશે. બહુપત્નીત્વ (એકથી વધુ લગ્ન) પર પ્રતિબંધની દરખાસ્ત કરવામાં આવી છે. બહુપત્નીત્વને (એકથી વધુ લગ્નને )મંજૂરી આપવામાં નહીં આવે. તમામ ધર્મના લોકોએ તેમના લગ્નની નોંધણી કરાવવી પડશે. છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ છે, છોકરાઓ માટે લગ્નની ઉંમર 21 વર્ષ છે, બાળકોને દત્તક લેવાના અધિકારની હિમાયત તમામ ધર્મના લોકોમાં કરવામાં આવી છે, મુસ્લિમોમાં ઈદ્દત અને હલાલા પર પ્રતિબંધ હોવો જોઈએ. જો લિવ-ઇન રિલેશનશિપ હોય તો તેના વિશે તમારા માતા-પિતાને જાણ કરવી જરૂરી રહેશે. તમામ ધર્મોમાં છૂટાછેડા અંગે સમાન કાયદો અને વ્યવસ્થા હોવી જોઈએ, પર્સનલ લો હેઠળ છૂટાછેડા આપવા પર પ્રતિબંધ હોવો જોઈએ અને વારસામાં દીકરીનો સમાન અધિકાર છે.