સુરત ડિંડોલી વિસ્તારમાં રહેતા યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અલગ અલગ બેંકમાંથી લોન લીધી હતી, જેના હપ્તા નહીં ભરાતા યુવકે મોતને વહાલું કરી લીધું હતું.
મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્રમાં આવેલા જલગાંવના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં મહાદેવનગરમાં રહેતા ૪૨ વર્ષીય રોહિદાસ મહાલે મજૂરી કામ કરી પત્ની અને બે સંતાન સહિતના પરિવારનું ભરણપોષણ કરતાં હતા. શ્રમજીવી રોહિદાસે અલગ અલગ બેંકમાંથી લોન લીધી હતી. જોકે કામધંધો યોગ્ય નહીં ચાલતા તેઓને હપ્તા ભરવામાં તકલીફ પડી રહી હતી. અંતે રોહિદાસે રવિવારે સવારે પોતાના ઘરમાં લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકે લોનના હપ્તા ન ભરાતા હોવાથી માનસિક તાણમાં આવી અંતિમ પગલું ભરી લીધું હતું. આપઘાતના બનાલ અંગે ડિંડોલી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.