રાજકોટના ત્રિકોણ બાગ ખાતે આવેલ ત્રિકોણ બાગ કા રાજા ગણપતિમાં જોવા મળ્યા કઈક અનોખા જ દ્રશ્યો.
હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા સાથે મળી કરી દુંદાળા દેવની આરતી. હિન્દુ તથા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગણપતિ આરતી કરી માનવતાનું ઉતમ ઉદાહરણ પાડ્યું પૂરું.
કહેવાય છે ને ભારત દેશ સોની કી ચિડિયા તો છે પણ બીજું નામ એનું ભાઇચારાનો દેશ પણ છે હાલ ગણેશ ચતુર્થી પાવન પર્વ ચાલુ છે સમગ્ર ભારત દેશ જય ગજાનન ના નાદ સાથે ગુંજી રહ્યો છે ત્યારે રાજકોટ ખાતે પણ નાના મોટા ગણપતિ પંડાલોના આયોજન થતાં સમગ્ર રાજકોટ પણ દુંદાળા દેવ ગણપતિની આરાધનામાં લીન જોવા મળ્યો છે સાથે થોડા દિવસ પહેલા સુરત શહેરમાં કેટલાક વિધર્મી યુવકો દ્વારા રાત્રીના સમયે ગણપતિ પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો પણ રક્ષાનું કવચ એવા ખાખી વિરો દ્વારા સવારના પહેલા કિરણ સાથે જ પથ્થર બાજોને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
તો બીજા દિવસે ભરૂચ ખાતે પણ આવી જ ઘટના બની હતી ત્યારે ભાઇચારાના નામની ઓળખતા ભારત દેશમાં આવી ઘટના બને તે શરમ જનક બાબત કહેવાય ત્યારે આવી ઘટના બીજી વાર ન બને અને બધા લોકો હળી મળીને બધા તહેવારો જેવા કે ઈદ હોય પછી જન્માષ્ટમી,રમઝાન હોય કે પછી નવરાત્રી જેવા તહેવારો સાથે મળીને ઉજવે તેવા હેતુથી રાજકોટમાં સૌથી જૂના એવા ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ ખાતે હિન્દુ અને મુસ્લિમ એમ બન્ને સમુદાયના લોકો દ્વારા વિધ્નહર્તા દેવની આરતી કરવામાં આવી હતી સાથે રક્ષાનું કવચ એવા ખાખી એટલે કે A ડિવિજન પોલીસ પણ આ આરતીમાં જોડાઈ હતી અને વિઘ્નહર્તા ગણેશજીના પાસે પ્રાર્થના કરી હતી કે જે ગણપતિ મહારાજ અમારો ભારત દેશ શાંતિ પ્રિય દેશ છે અને ભાઇચારાનો દેશ છે ત્યારે બધા લોકો આ દેશમાં શાંતિથી અને હળી મળીને રહે અને હિન્દુ સમુદાયના તહેવાર હોય પછી મુસ્લિમ સમુદાયના તહેવાર હોય કોઈ પણ તહેવારો સાથે મળીને ઉજવે તેવી પ્રાર્થના કરી હતી.