ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદ, કોઝવે પર પાણી ફરી વળ્યા

ડાંગમાં પણ કમોસમી વરસાદના કારણે અંબિકા નદી બે કાંઠે થઈ છે અને ઘોડવહળ ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા છે.ગામનો કોઝવે કમોસમી વરસાદમાં અંબિકા નદીમાં ગરકાવ થતાં વાહનચાલકો સહિત રાહદારીઓ માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે.

વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ : વલસાડના કપરાડામાં કમોસમી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે શહેરના રસ્તાઓ પણ પાણી પાણી થયા છે. બીજી તરફ કમોસમી વરસાદના પગલે જગતના તાતા પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કપરાડાના સુથારપાડા, વિરક્ષેત્ર, માલઘરમાં અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે વરસાદના કારણે લોકોને આકરી ગરમીમાંથી થોડાક અંશે રાહત મળી છે અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે.

error: Content is protected !!