તાપી જિલ્લામાં માર્ગોની વણથંભી વિકાસ યાત્રા: પંચાયત માર્ગ અને મકાન વિભાગ,તાપી-વ્યારા દ્વારા માર્ગોના રીસર્ફેસીંગ તેમજ વિકાસ કાર્યો હાથ ધરાયા

તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ,તાપી-વ્યારા દ્વારા માર્ગોના રીસર્ફેસીંગ તથા માળખાકીય કામગીરી તેમજ વિકાસ કાર્યોને ઝડપભેર શરુ કરવામાં આવી છે.દિવાળી બાદ વિભાગ દ્વારા વ્યારા તાલુકાના ચિખલી બંધારી ફળીયા,ચિખલી ખ્રિસ્તી ફળિયા રોડની રિસર્ફેસીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તથા હાલ બોરખડી મોટા ફળીયા,કેળકુઇ ફળિયા રોડની રિસર્ફેસીંગની કામગીરી શરુ કરવામાં આવેલ છે.

વાલોડ તાલુકાના વાલોડ નવા ફળીયાથી હરિજન વાસ સુધીના રોડની રિસર્ફેસીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.સોનગઢ તાલુકાના રામપુરા કાનાદેવી થી ધોડચીતને જોડતા રસ્તાની રિસર્ફેસીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તથા ધાર્મિક સ્થાન દેવલી માડી મંદિરને જોડતા કનાળા દેવલપાડા રોડ તથા તાલુકાના આંતરિક ગામોને તાલુકા મથક સાથે જોડતો ડોસવાડા બંધારપાડા રોડની રિસર્ફેસીંગની કામગીરી પણ વિભાગ દ્વારા ઝડપભેર કરવામાં આવી રહી છે.પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગોની કામગીરીમાં ગુણવત્તાની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુકત માર્ગોના કામોના પગલે ખેડુતો સહિત વાહનચાલકો અને આમ જનતા મોટી રાહત અનુભવી રહ્યા છે. ચોમાસા દરમિયાન પણ ધોવાણ થવાના કિસ્સાઓમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા સમયાંતરે પેચવર્ક અને મરામતની કામગીરી કરી લોકોને શકય એટલી ઓછી મુશ્કેલી પડે અને સલામતી પણ જળવાઇ રહે તેવા સઘન પ્રયાસો કરાયા હતાં.આમ,રાજ્ય સરકાર દ્વારા તાપી જિલ્લાના માર્ગોના નવીનીકરણ,રીસર્ફેસીંગની કામગીરીની મંજૂરી અપાતા હવે જ્યારે વિકાસના કામોએ ગતિ પકડી છે ત્યારે આગામી દિવસોમાં અનેક માર્ગોની કાયાપલટ થશે અને લોકોની સુવિધામાં વધારો થશે તે નિશ્વિત છે.

 

error: Content is protected !!