વડનગરની જૂની રિક્ષાઓને મળ્યો હેરિટેજ ‘ન્યૂ લુક’

વડનગરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસોને રાજ્યના જાહેર સાહસો દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની (GSFC) દ્વારા CSR ફંડમાંથી વડનગરની જૂની ઑટો રિક્ષાઓને શહેરના ઐતિહાસિક વારસાની ઝાંખી કરાવતો આકર્ષક ‘હેરિટેજ લુક’ આપવામાં આવી રહ્યો છે.

પ્રવાસન અને વાહનવ્યવહાર વિભાગના લોજિસ્ટિક સપોર્ટ સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટમાં એક રિક્ષાના રિટ્રોફિટમેન્ટ પાછળ રૂ. 50 હજારથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં 21 રિક્ષાઓને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે.

વડનગરમાં 300થી વધુ રિક્ષાઓ નોંધાયેલી છે. પ્રવાસીઓને શહેરની ઐતિહાસિક ઓળખનો અનુભવ કરાવવા ઉપરાંત રિક્ષાચાલકોની રોજગારીમાં વધારો થાય તે હેતુથી યોજનાની નોંધણી પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. ઇચ્છુક રિક્ષાચાલકો વડનગર એસ.ટી. ડેપો ખાતે GSFCના પ્રતિનિધિનો સંપર્ક કરી યોજનાનો લાભ લઈ શકશે.

error: Content is protected !!