વાંસદા પોલીસ સ્ટેશનની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ અને જુગારિઓ વિરુધ્ધ કાર્યવાહી કરી બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
વાંસદા પોલીસને બાતમી મળી હતી કે સતીમાળ ગામના જોગરા ફળીયામાં રહેતો એક શખ્સ પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. પોલીસે રેડ પાડતા આરોપી પીન્ટુભાઇ મસ્તુભાઇ ધનગરીયા (ઉ.વ.૨૩) ના ઘરની પાછળથી પ્લાસ્ટિકની થેલીમાં સંતાડેલો રોયલ સ્ટેગ વ્હીસ્કી (૨૨ નંગ), લોર્ડ જોન વ્હીસ્કી (૧૯ નંગ) અને કિંગફીશર બીયરના ૧૫ ટીન મળી કુલ ૫૬ નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આ મામલે પોલીસે વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી એક કાર્યવાહીમાં, ખાંભલા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ખાંભલા થી નવાતાડ જવાના જાહેર રોડ પર સાગના ઝાડ નીચે વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપીનું નામ અભિષેકભાઈ પીયુશભાઈ મેહતા (ઉ.વ. ૩૧) છે, જે ખાંભલા ગામનો રહેવાસી છે.આરોપી પાસેથી રોકડા રૂ.૪૩૦/-, આંકડા લખેલી ૦૪ ચિઠ્ઠીઓ અને બોલપેન મળી આવી હતી.





