મોદીના જન્મદિને દેશભરમાં વિવિધ કાર્યક્રમો, ૭૦૦ સ્થળે દીવા પ્રગટાવાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિને ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મોદીના જન્મદિને દેશભરમાં વિવિધ કાર્યક્રમો, ૭૦૦ સ્થળે દીવા પ્રગટાવાશે

વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર સુધી બે બાઇક રેલીઓ યોજાશે. દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે રક્તદાન કેમ્પ તથા દેશવ્યાપી સફાઈ અભિયાનનું આયોજન કરાયું છે. સાંજે દેશભરમાં આશરે ૭૦૦ સ્થળોએ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા દીવા પ્રગટાવી જન્મદિનની ઉજવણી કરાશે.

દરમિયાન મોદીને મળેલી આશરે ૧,૫૦૦ ભેટોની ઓનલાઈન હરાજી પણ આજથી શરૂ થશે, જે ૩૧ ઓક્ટોબર સુધી ચાલશે. દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ ખાતે ભેટોનું પ્રદર્શન પણ યોજાશે.

error: Content is protected !!