બનાસકાંઠાની વાવ વિધાસભાની પેટાચૂંટણી માટે 13મી નવેમ્બરના રોજ મતદાન થયું હતું, જેનું પરિણામ આજે જાહેર થયું છે. પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરાઇ હતી. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિકોણીયા જંગમાં ભજપની જીત થઇ છે.
ભાજપના સ્વરુપજી ઠાકોરની 1,300 મતે જીત થઇ છે, જો કે આ જંગ રસાકસી ભર્યો રહ્યો. આ બેઠક પર 23 રાઉન્ડની હાથ ધરાયેલ મતગણતરીમાં 21 રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યાં હતા. પરંતુ મતગણતરીના 22 અને 23માં રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે, કોંગ્રેસના ગુલાબસિહની લીડ કાપી હતી અને જીત મેળવી હતી. કોંગ્રેસના ગુલાબસિંહનો પરાજય થયો છે.
15માં રાઉન્ડના અંતથી કોંગ્રેસની લીડ સતત ઘટી મતગણતરીના 14 રાઉન્ડના અંતમાં કોંગ્રેસને 66624 મત, ભાજપને 52578 મત અને અપક્ષના માવજી પટેલને 18128 મત મળ્યા છે. આમ કોંગ્રેસ 14046 મતે આગળ હતી. પણ 15મા રાઉન્ડથી કોગ્રેસની લીડ ઘટવા લાગી હતી. 15માં રાઉન્ડના અંતમાં 13499 મત, 16માં રાઉન્ડના અંતમાં 12557 મત, 17માં રાઉન્ડના અતંમાં 10424 મત, 18માં રાઉન્ડના 8193 મત, 19માં રાઉન્ડના અંતમાં 6010 મત અને 21મા રાઉન્ડની અંતમાં 727 મત મળ્યા હતાં.22માં રાઉન્ડના અંતમાં ભાજપની લીડ સતત વધી ત્યાર બાદ 22મા રાઉન્ડમાં ભાભરના મીઠા વિસ્તારના EVM ખુલતાં જ કોંગ્રેસની સાઇડ કાપી ભાજપના સ્વરુપજી 200 મતથી આગળ નીકળી ગયા હતાં. અને ત્યાર બાદ છેલ્લો રાઉન્ડ પૂર્ણ થતા ભાજપનો વિજય થયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર 70.54 ટકા ટકા મતદાન થયું હતું. 3 લાખ 10 હજાર 681 મતદારોએ પૈકી 2 લાખ 19 હજાર 266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો. જેમાં 1 લાખ 20 હજાર 619 પુરુષ અને 98 હજાર 647 મહિલા મતદારોએ મત આપ્યો હતો.